નેકનામ ગામે મોબાઈલ કંપનીના ટાવરને હટાવવાની માંગ

- text


ટંકારાઃ ટંકારા તાલુકાના નેકનામ ગામે મોબાઈલ કંપનીના ટાવર સામે ગ્રામજનોએ વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. રહેણાંક વિસ્તારમાં રહેલા ટાવરને હટાવવા અંગે ગ્રામજનોએ તલાટી મંત્રીને લેખિત રજૂઆત કરી છે.

ગ્રામજનોએ જણાવ્યું છે કે, નેકનામ ગામમાં રહેણાંક વિસ્તારમાં એરટેલ કંપનીનો ટાવર હોવાથી રેડિએશનનો અવાજ તથા જનરેટરનો અવાજ તથા અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી આ ટાવર હટાવવા અંગે ગ્રામજનોએ તલાટી મંત્રીને રજૂઆત કરી છે.

- text

- text