મોરબી જન સેવા કેન્દ્રમાં એક જ ઓપરેટરને લીધે લોકોને હાલાકી

- text


બપોરે બે વાગ્ય સુધી જ કામ થતું હોવા ઘણા લોકોને વારો આવે ત્યારે સમય પૂરો થઈ જતા વારંવાર થતા ધક્કા : કોન્ટ્રાકરોને વધુ ઓપરેટરની નિમણૂક કરવા અધિકારીની તાકીદ

મોરબી : મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ જૂની એસપી કચેરીમાં હાલ કાર્યરત સીટી મામલતદાર કચેરીના જન સેવા કેન્દ્રમાં એક જ ઓપરેટરને કારણે કામગીરીમાં ધાંધિયા થાય છે. અલગ અલગ કામો લોકોની કતારો લાગી હોય અને બપોરે બે વાગ્ય સુધી જ કામ થતું હોવા ઘણા લોકોને વારો આવે ત્યારે સમય પૂરો થઈ જતા વારંવાર ધક્કા થાય છે.કોન્ટ્રાકરોને વધુ ઓપરેટરની નિમણૂક કરવા અધિકારીની તાકીદ કરી છે.

જન સેવા કેન્દ્રમાં દરરોજ 200થી 300 જેટલા લોકો રેશનકાર્ડમાં જુદાજુદા ફેરફાર કરવા માટે આવતા હોય છે. એક તો ઓપરેટર એક છે અને ઉપરથી 11 થી2 દરમિયાન જ કામગીરી થાય છે. આ કામગીરી માટે ભીડ વધુ હોય બે વાગ્યા સુધીમાં ઘણા લોકોનો વારો ન આવે તો ફરીથી ધક્કા થાય છે. આવી રીતે અનેક લોકોને ધક્કે પે ધક્કા થાય છે. ત્રણ-ચાર દિવસ થવા છતાં લોકોના કામ થતા નથી. ખાસ કરીને રેશનકાર્ડમાં ઘણા બધા લોકોના નામો કોઈ કારણોસર કમી થઈ ગયા હોય જેમાં એક અંદાજ મુજબ પાંચ હજાર જેટલા નામો કમી થયા હોય લોકો ફરીથી નામ ચડાવવા અહીં આવે ત્યારે ધક્કા ઉપર ધક્કા ખાવાની નોબત આવે છે.

જન સેવા કેન્દ્ર આવતા લોકોએ બળાપો ઠાલવ્યો હતો કે, વહેલી સવારથી કામ કરવા માટે લાઈનોમાં ઉભા હોય છે.ઘણી વખત વારો આવે ત્યારે 2 વાગી જતા કામ બંધ થઈ જાય છે. આવી રીતે ઘણા લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. તેમજ રેશનકાર્ડમાં આધારકાર્ડ લીક કરવા માટે પણ આવી હાલાકી થાય છે. કારણ કે કામ કરનાર એક જ અને ઉપરથી ટાઈમ સાવ ઓછો. એટલે લોકોને હાલાકી પડવાની જ છે.સામાન્ય વર્ગના લોકોની હાલત કફોડી થઈ જાય છે. આ અંગે પુરવઠાના નાયબ મામલતદારે જણાવ્યું હતું કે,આ સ્ટાફની ભરતી કોન્ટ્રાકટ બેઇઝ ઉપર હોય લોકોને હાલાકી ન પડે એ માટે વધુ કાબેલિયત ધરાવતા સ્ટાફની ભરતી કરવા કોન્ટ્રાકટરોને સૂચના આપી દેવાઈ છે.

- text

- text