મોરબી : પુલની નીચે પડવા પહોંચેલી મહિલાનો જીવ બચાવતી પોલીસ

- text


બી ડિવિઝન પોલીસે મહિલાને બચાવી લઈ સમજાવી પૂછપરછ કરવા મહિલાએ કોઈ માહિતી ન આપતા તેના વાલી વારસની શૉધખોળ માટે લોકોને બી ડિવિઝનનો સંપર્ક કરવાની અપીલ કરી

મોરબી : મોરબીના પુલ નીચે નદીમાં એક મહિલા આપઘાત કરવા પહોંચી હતી. જો કે અણીના સમયે પોલીસ મદદગારના રૂપમાં પહોંચી જતા આવી કોઈ અમંગળ ઘટના બની ન હતી. પોલીસ મહિલાનો જીવ બચાવી સમજાવી પૂછપરછ કરવા મહિલાએ કોઈ માહિતી ન આપતા તેના વાલી વારસની શૉધખોળ માટે લોકોને બી ડિવિઝનનો સંપર્ક કરવાની અપીલ કરી છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં આજે સવારે આશરે 45થી50 વર્ષની ઉંમરની એક મહિલા કોઈ કારણોસર હતાશ થઈને પુલની નીચે નદીમાં જીવન ટૂંકાવવા ગયા હતા. પણ રામ રાખે તેને કોણ ચાખેની ઉક્તિની જેમ યમદૂતને બદલે આ ઘટનાની સમયસર જાણ થઈ જતા દેવદૂતના રૂપમાં મોરબી બી ડિવિઝનના પ્રફુલભાઈ સહિતનો પોલીસ સ્ટાફ તુરંત જ પહોંચી ગયો હતો અને પોલીસે એ મહિલાને સમજાવી પાછા વાળીને તેમનો જીવ બચાવી લીધો હતો. પણ આ મહિલા કોણ ? તેનો પરિવાર ક્યાં રહે? તે સહિતની વિગતો મેળવવા માટે પોલીસ મહિલાને બી ડિવિઝન પોલીસ મથકે લઈ જઈ શાંતિથી પૂછપરછ કરી અને 181 પાસે કાઉન્સેલિંગ કરાવ્યું પણ મહિલા કઈપણ બોલવા તૈયાર ન હતા. આ મહિલા ગુજરાતી બોલે છે અને મોરબીના હોવાનું અનુમાન છે. આથી આ મહિલાના વાલીવારસની શોધખોળ કરવા માટે કોઈને આ અંગે જાણ થાય તો+ 91 98243 47889 નંબર ઉપર કોન્ટેક કરવો.

 

- text