મોરબી-જેતપર અને મોરબી-હળવદ ફોરલેન કામનો કોન્ટ્રાકટ દેવાયો, ટૂંક સમયમાં કામ શરૂ થશે

- text


આજે બન્ને રોડની આજે ટેન્ડર પ્રક્રિયા થતા મોરબી-જેતપર રોડનું કામ એન.એસ ખુરાના કંપની અને મોરબી-હળવદ રોડનું કામ પરફેક્ટ કોન્ટ્રાકટ કંપનીને સોપાયું

મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમયથી ખખડધજ અને માથાના દુખાવા રૂપ બનેલા સીરામીક ઝોનના મોરબી જેતપર, અણિયારી રોડ અને મોરબી હળવદ હાઇવેને ફોરલેન બનાવવા માટે સરકારે મંજૂરી આપી દીધી હતી.તેથી આ રોડનું ઝડપથી કામ શરૂ થાય તે માટે આજે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.મોરબી-જેતપર રોડનું કામ એન.એસ ખુરાના કંપની અને મોરબી-હળવદ રોડનું કામ પરફેક્ટ કોન્ટ્રાકટ કંપનીને સોપાયું છે અને ઓગસ્ટના એન્ડ સુધીમાં કામ શરૂ થઈ જવાની ધારણા છે.

મોરબી-જેતપર અને મોરબી હળવદ ફોરલેન માટે આજે ટેન્ડર ખુલતા મોરબી જેતપર રોડનું ટેન્ડર એન.એસ.ખુરના કંપનીને લાગ્યું છે.આ કંપનીનું 114.90 કરોડનું ટેન્ડર હતું.જેમાં 23 ટકા પલ્સ થતા 141.89 કરોડનું કામ એન.એસ.ખુરના કંપનીને સોપાયું છે.જ્યારે મોરબી હળવદ રોડનું ટેન્ડર પરફેક્ટ કંપનીને લાગ્યું છે. આ ટેન્ડર 15.51 ટકા પલ્સ થયું હોવાથી પહેલા આ કામ 170 કરોડનું હતું હવે મોરબી હળવદ ફોરલેનનું કામ રૂ.197 કરોડે પહોંચ્યું છે.

- text

ફોરલેનનું ટેન્ડર ઊંચું જવા અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, લોખડ, સિમેન્ટના ભાવો વધ્યા હોવાથી બધા જ ટેન્ડર ઉંચા આવ્યા છે. સૌથી ઓછું ઊંચું ગયું હતું તે આ બે કોન્ટ્રાકટ કંપની એન.એસ.ખુરના અને પરફેક્ટ કંપનીને પસંદ કરી કામ સોપાયું છે. જો કે ઓગસ્ટના એન્ડ સુધી આ ફોરલેનનું કામ શરૂ થવાની શકયતા છે. અત્યારે ડાઈવર્ઝન ન કઢી એક બાજુ કામ શરૂ કરી અને બીજી બાજુ રોડમાં વાહન વ્યવહાર શરૂ રાખવો એવો પ્લાન છે અને નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે. 1 હજાર જેટલા જેતપર રોડ ઉપર અને 250 જેટલા હળવદ રોડ ઉપર રહેલા થાભલાને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.

- text