મોરબીના ટુ & ફોર વ્હીલર વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

- text


અરજદારે http://www.parivahan.gov.in પર તા. ૨૯ થી ૩૧ સુધી અરજી કરવી

મોરબી : મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE અને ફોર વ્હીલર વાહનો માટે GJ36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રિયા તા.૨૯/૦૭/૨૦૨૨ થી શરૂ થનાર છે. તા.૨૯/૦૭/૨૦૨૨ થી તા.૩૧/૦૭/૨૦૨૨ સુધી અરજદાર http://www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે.

- text

તા.૩૧/૦૭/૨૦૨૨ થી તા.૦૨/૦૮/૨૦૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા. ૦૨/૦૮/૨૦૨૨ ના રોજ ઓક્શનનું પરિણામ http://www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) મા એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text