અદેપર જવાના રસ્તે ટાયર સળગતા ટ્રક બંધ પડ્યો, રોડ બ્લોક

- text


મોરબી : મોરબીના અદેપર ગામના રોડ ઉપર એક ટ્રકના ટાયર સળગી જતા ટ્રક રોડ વચ્ચોવચ બંધ હાલતમાં ઉભો છે. જેને કારણે રોડ બ્લોક થઈ જતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે.

મળતી વિગત અનુસાર મોરબીના અદેપર ગામથી બે કિલોમીટર આગળ ફેરિસ સ્પીનિંગ મિલની બાજુમાં રોડ ઉપરથી જતા ટ્રકના ટાયરમાં ગઈકાલે રાત્રે 9 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી હતી. આ બનાવ બાદ રોડની વચ્ચોવચ બંધ પડેલા વાસુકી કોલ લખેલ આ ટ્રકના લીધે અદેપર જવાનો રસ્તો બંધ છે. જેને પરિણામે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

- text

- text