સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

- text


રાજકોટઃસતત વધતા પ્રદૂષણથી હવા અશુધ્ધ થઇ રહી છે અને ગ્લોબલવોર્મિંગની સમસ્યા વધવા લાગી છે. ત્યારે વાતાવરણને શુદ્ધ રાખવા માટે વૃક્ષો વાવો, જીવન બચાવોના ધ્યેય સાથે સૌરાષ્ટ્ર યુનિર્સિટીના પત્રકરાત્વ ભવન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પત્રકરાત્વના વિધાર્થીઓ અને ભવનનો કર્મચારીગણ જોડાયો હતો. આ માત્ર વૃક્ષારોપણનો જ કાર્યક્રમ ન બની રહે એવા આશય સાથે વિધાર્થીઓએ વૃક્ષને દતક લઇ જયાં સુધી ભવનમાં અભ્યાસ કરે છે ત્યાં સુધી એની દેખરેખ રાખવાની જવાબદારી લીધી હતી.

- text

સૌરાષ્ટ્ર યુનિવિર્ટીના પત્રકારત્વ ભવન દ્વારા સામાજિક જવાબદારીની સભાનતા સાથે પત્રકારત્વની હિમાયત કરવામાં આવે છે. અને તે અનુસાર વિધાર્થીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે તેવા કાયર્ક્રમ પણ કરવામાં આવે છે. જેથી તે આવનારા સમયમાં પોતાની કલમ થકી સમાજ જાગૃતિની સાથે પર્યાવરણ જાગૃતિનું પણ કામ કરી શકે. જેના ભાગરૂપે ગત તા.18 જુલાઈ ને સોમવારના રોજ પત્રકારત્વ ભવનના કેમ્પસમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુલમોર, ઉંબરો, ચંપો જેવા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સદભાવના ટ્રસ્ટનો સહયોગ મળ્યો હતો. વૃક્ષારોપણનો કાર્યક્રમ ભવનના અધ્યક્ષ ડો. નિતાબેન ઉદાણીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં ભવનના પ્રો.તુષાર ચંદારાણા, ડો.જીતેન્દ્ર રાદડિયા, ડો.તૃપ્તી વ્યાસ અને હિન્દી ભવનના અધ્યક્ષ ડો. બી.કે.કલાસવા હાજર રહ્યા હતા.

- text