મોરબીમાં જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

- text


 

મોરબી : મોરબીના અયોધ્યાપુરી રોડ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોને એ ડિવિઝન પોલીસની ટીમે રૂ. 12 હજારની રોકડ સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમે બાતમી આધારે મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર મચ્છુમાતાના મંદીરની સામેની શેરીમાં જાહેરમા જુગાર રમતા કિશન ઉર્ફે બિન ભીખાભાઇ મેવાડા રહે.મોરબી રાવલ શેરી નવાડેલા રોડ, તૌફીકભાઇ ગુલામભાઇ અજમેરી રહે.મોરબી મહેન્દ્રપરા જડેશ્વર મંદીરની સામે, નુરમામદભાઇ જુસબભાઇ કટીયા રહે.મોરબી અયોધ્યાપુરીરોડ મચ્છુમાતાના મંદીર સામે અને અલ્તાફભાઇ યુનુસભાઇ અજમેરી રહે.મોરબી વાવડીરોડ ભગવતીપરા મેઇન રોડવાળાને રોકડ રૂ.12,050ના મુદામાલ સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text