મોરબી : ગરીબોને વિતરણ થતું અનાજ-કઠોળ બગડે તે પૂર્વે જંતુનાશક ગોળી નાખવા રજૂઆત

- text


 

મોરબી : સરકાર દ્વારા દર મહિને ગરીબ તેમજ મધ્યમ વર્ગને અનાજ, કઠોળનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ આ અનાજ, કઠોળ મોટેભાગે સડેલું હોય છે. ત્યારે આ જથ્થો સડે તે પૂર્વે જ તેમાં જંતુનાશક ગોળી નાખવા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

રજૂઆતમાં જણાવ્યું છે કે સરકાર તરફથી ગરીબ અને મધ્યમ વર્ગને ઘઉં, ચોખા, કઠોળ, તુવેરદાળ સહિત અન્ય વસ્તુઓ મળે છે. પરંતુ ઘણીવાર સડેલા ખાદ્યપદાર્થ આવે છે. ડીપોમાં વધુ સમય આ ખાદ્યપદાર્થ પડી રહેવાથી તેમાં ધનેડા તથા નાની મોટી જીવાત થવા લાગે છે. આવું અનાજ જાણવા પ્રમાણે ડેપો વાળા પાસેથી ગોડાઉન અધિકારી પરત લેતા નથી અને સડેલો જથ્થો લોકોને અપાય છે. ત્યારે આવું ન બને તે માટે પુરવઠા વિભાગ એ ડીપો વાળાને અનાજમાં નાખવાની ગોળીનો ઉપયોગ કરવા હુકમ કરવો જોઈએ. જો આ પ્રકારની વ્યવસ્થા થાય તો ગ્રાહકોને સડેલું અનાજ મળે નહીં. તેમ રજૂઆતમાં જણાવ્યું છે.

 

- text