ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રીની બિનહરીફ વરણી

- text


 

ટંકારા : ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારીની ત્રણ વર્ષની મુદ્દત પૂર્ણ થતા નવી કારોબારીની રચના કરવામાં આવી છે. જેમાં ટંકારા તાલુકામાં આવેલી 9 તાલુકા શાળામાંથી 10 પ્રતિનિધિ અને બીઆરસી ભવનમાંથી 1 પ્રતિનિધિની પસંદગી કરવાની હોય, તમામ પ્રતિનિધિઓની બિનહરીફ પસંદગી કરવામાં આવી હતી. તમામ નવા પસંદ થયેલ પ્રતિનિધિઓની કારોબારી બેઠક તા.19ના રોજ લજાઈ કન્યા તાલુકા શાળા ખાતે રાખવામાં આવી હતી.

જેમાં ટંકારા તાલુકાના બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફરની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા સંઘના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી.

જેમાં મહામંત્રી તરીકે વિરમભાઈ દેસાઈ, ઉપપ્રમુખ તરીકે જયેશભાઇ પેઢડીયા અને નિલેશભાઈ પટેલ, જિલ્લા પ્રતિનિધિ તરીકે નિમેષભાઈ ભાગીયા અને નીતિનભાઈ માંડવીયા, રાજ્ય પ્રતિનિધિ તરીકે ચુનીલાલ ઢેઢી, કોષાધ્યક્ષ તરીકે અશ્વિનભાઈ સદાતિયા, સહમંત્રી તરીકે ડાયાલાલ ડાંગર, પ્રચારમંત્રી તરીકે પંકજભાઈ ભોજાણી, સંગઠન મંત્રી તરીકે રસિકભાઈ વિરમગામા તેમજ કો.ઓપ્ટ. સભ્ય તરીકે ભાવેશભાઈ પેઢડિયા અને કિશોરભાઈ વસિયાણી ની નિયુક્તિ કરવામાં આવી.

- text

કારોબારી બેઠકના અધ્યક્ષ તરીકે મણીભાઈ કાવરે કામગીરી સંભાળી હતી. પ્રમુખ, મહામંત્રી અને સમગ્ર ટીમને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ ઉપપ્રમુખ શૈલેષભાઇ સાણજા, ટંકારાના પૂર્વ પ્રમુખ છાયાબેન માકાસણા, પૂર્વ ઉપપ્રમુખ કૌશિકભાઈ ઢેઢી,જયસુખભાઈ મેંદપરાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

- text