અનાજ કરિયાણાના પૈસાની ઉઘરાણી કરવા જતા બિલ્ડરે બે ભાઈઓને માર્યા

- text


પારકા પૈસાની ઉઘરાણીમાં બિલ્ડર પિતા – પુત્રએ કાયદો હાથમાં લેતા ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર આવેલ રોયલ પાર્કમાં અનાજ કરિયાણાના બાકી નીકળતા પૈસા લેવા ગયેલા વેપારી અને તેમના ભાઈને બિલ્ડર પિતા – પુત્રએ કારણ વગર લોખંડના સળિયા વડે માર મારતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ મોરબીના રોયલ પાર્કમાં અનાજ કરિયાણાની દુકાન ધરાવતા અને પાન મસાલાની ફેરી કરતા મૂળ હળવદના રહેવાસી જીગ્નેશભાઈ અશોકભાઈ એરવાડીયાની દુકાનેથી પરપ્રાંતિય માણસો ઉધારમાં રૂપિયા 7000 નો માલ લઈ ગયા હોય બાકી નીકળતા પૈસા લેવા જીગ્નેશભાઈ રોયલ પાર્કમાં જ્યા માણસ કામ કરતા હોય ત્યાં ઉઘરાણી કરવા જતા બિલ્ડર કલ્પેશભાઈ ભગવાનજીભાઈ તથા કલ્પેશભાઈ ના બાપુજી ભગવાનજીભાઈએ જીગ્નેશભાઈને અમારી સાઈટ ઉપર પૈસા માંગવા આવતો નહિ કહી ઝઘડો કરી ગાળો આપી લોખંડના સળિયા વડે જીજ્ઞેશભાઈને માર માર્યો હતો.

- text

વધુમાં જીજ્ઞેશભાઈએ આ ઝઘડો થતા તેમના ભાઈ મેહુલભાઈને ફોન કરીને બોલાવી લેતા બન્ને પિતા પુત્રએ તેમના ભાઈને પણ લોખંડના સળિયા વડે માર મારતા આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પિતા પુત્ર અને બે અજાણ્યા માણસો વિરુદ્ધ હુમલો અને જાનથી મારી નાખવા ધમકી આપવા મામલે આઈપીસી કલમ ૩૨૩,,૫૦૪,૫૦૬(૨),૧૧૪ જી.પી.એકટ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text