મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ સંસ્થા દ્વારા નેત્રહીનોને આશરો આપવા 100 ફ્લેટ બનાવાશે : દાનની અપીલ

- text


પ્રજ્ઞાચક્ષુ પુર્નવર્સન સેવા કેન્દ્રને બાંધકામ માટે દાતાઓ સમક્ષ દાન આપવાની અપીલ કરાઈ

મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે પ્રજ્ઞાચક્ષુ પુર્નવર્સન સેવા કેન્દ્ર દ્વારા નેત્રહીનો માટે આશરો આપી તેમજ ઉધોગોમાં કાબેલિયત મુજબ આજીવીકા પણ પ્રદાન કરવામાં આવી હતી. દરમિયાન આ સંસ્થાને ધ્યાને આવ્યું કે હજુ ઘણા નેત્રહીનો ઉધોગોમાં કામ કરી શકે એવા હોય પણ એના માટે આશરો ન હોવાથી તેમના માટે વધારાના 100 ફ્લેટ બનાવવાનું આયોજન હોવાથી તમામ ઉધોગકારો, વેપારીઓ સહિતના તમામ દાતાઓને આ બાંધકામ માટેનો ખર્ચ ઉઠાવવા માટે દાન આપવાની અપીલ કરવામાં આવી છે.

પ્રજ્ઞાચક્ષુ પુર્નવર્સન સેવા કેન્દ્ર સંસ્થા છેલ્લા ૯ વર્ષથી પ્રજ્ઞાચક્ષુ ભાઇઓ માટે પુનર્વસનનું કામ કરી રહી છે.જેમાં પ્રજ્ઞાચક્ષુઓને રોજગારી આપવી, કંપની ઉપરથી લાવવા – લઇ જવાની વ્યવસ્થા આપવી, પ્રજ્ઞાચક્ષુઓ માટે ભોજન – રહેવા માટે રૂમ તેમજ પ્રજ્ઞાચક્ષુઓના મૅરેજ કરવા ત્યારબાદ રહેવા માટે એક રૂમ રસોડું સંડાસ-બાથરૂમ વાળો ફ્લેટ આપવો. પ્રજ્ઞાચક્ષુઓને મેડિકલ ટ્રીટમેન્ટ આપવી, પ્રજ્ઞાચક્ષુઓને રાશન કીટ ત્યા દરરોજ દુધની વ્યવસ્થા આપવી આ દરેક સેવા સંસ્થા દ્રારા નિઃશુલ્ક આપવામાં આવે છે.જેનો લાભ અત્યારે ૨૦૦ પ્રજ્ઞાચક્ષુ ભાઇઓ-બહેનોને મળી રહ્યો છે.સંસ્થા દાતાઓ ના દાન ઉપરજ ચાલે છે.

- text

સંસ્થામાં ૪૦ ફ્લેટની સુંદર વ્યવસ્થા કરેલ જે અત્યારે મોરબીના ઉધોગપતિના સાથ સહકારથી ભરાઇ ગયા છે. હજુ ઉધોગપતિના એક્મોમાં પ્રજ્ઞાચક્ષુઓ કામ કરી શકે એવા ઘણા કામ છે.પરંતુ સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુઓને રહેવા માટે જ્ગ્યા નથી જેના અનુસંધાને સંસ્થા દ્રારા લેવામાં આવેલ નવી જગ્યા ઉપર પ્રજ્ઞાચક્ષુ ઓ માટે ૧૦૦ ફ્લેટનું બાંધકામ કરવાની જરૂરીયાત ઉભી થઇ છે.તેના માટે સંસ્થાએ ૧૭૫૦૦ ફુટ જમીન ખરીદ કરેલ છે. દાતાઓને આ ઉમદા કાર્યમાં ઉદાર હાથે દાન આપી સંસ્થાને તથા સંસ્થામાં રહેતા પ્રજ્ઞાચક્ષુઓને મદદ કરવા 9429978930 નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

- text