ગુજરાતમાં બે ટેક્સટાઇલ પાર્ક સ્થાપવા પ્રકાશ વરમોરા સહિતના આગેવાનો દ્વારા કેન્દ્રીય મંત્રીને રજૂઆત

- text


 

મોરબી : દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મંત્રી પિયુષ ગોયલ સાથે ભાજપ પ્રદેશ ઉદ્યોગ સેલના કન્વીનર પ્રકાશભાઈ વરમોરાના નેતૃત્વમાં ઉદ્યોગકારોના ડેલીગેશને મુલાકાત કરી હતી. જેમાં ગુજરાતમાં બે ટેક્સ્ટાઇલ પાર્ક સ્થાપવા સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે મળેલી આ મિટિંગમાં ઉદ્યોગકરોના ડેલીગેશને ગુજરાતને બે ટેક્સટાઇલ પાર્ક મળે અને ગુજરાતનો જીડીપી 2030 સુધીમાં 1.5 ટ્રીલીયન ડોલર કરવા માટે ગુજરાતના 13 સેક્ટર ઉપર ફોકસ કરવા વિસ્તૃત ચર્ચા થઈ હતી. ગુજરાતમાં પીપીપી મોડેલથી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બને તેની પણ રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાતના આ ડેલિગેશનમાં પ્રકાશભાઈ વરમોરાના નેતૃત્વ હેઠળ સી.વી. શાહ, મેહુલ શાહ, હેમંત શાહ, જસ્મીન શાહ, મનોજ શાહ, મનીષ શાહ, રમેશ વોરા અને ભાવિની પરીખ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text