ટંકારાના ઓટાળા ગામે ધમધમતી 10થી વધુ દેશી દારૂની ભઠ્ઠી : કાર્યવાહીની માંગ

- text


 

કડક કાર્યવાહી કરવા ગ્રામ પંચાયતની પીએસીઆઈને રજુઆત

ટંકારા : ટંકારાના ઓટાળા ગામે ફેલાયેલ દારૂની બદીથી ગ્રામજનો ત્રસ્ત છે. ત્યારે આ મામલે ગ્રામ પંચાયત દ્વારા ટંકારા પોલીસને રજુઆત કરી કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે.

- text

રજુઆતમાં જણાવાયું છે કે ઓટાળા ગામે વર્ષોથી દેશી દારૂની ભઠ્ઠી કાર્યરત છે. દરરોજ 10થી 12 જેટલી ભઠ્ઠીઓ દેવીપૂજક વાસમાં તથા સીમમાં અલગ અલગ સ્થળોએ 24 કલાક ચાલી રહી છે. આ દારૂમાં જીવલેણ કેમિકલ્સનો પણ ઉપયોગ થાય છે. આવા દારૂના સેવનથી અનેક યુવાનોએ પણ જીવ ગુમાવ્યા છે. અગાઉ ચારેક વર્ષ પૂર્વે ગ્રામજનોએ જનતા રેડ પણ કરી હતી. ત્યારે થોડો સમય દારૂના વેચાણ ઉપર અંકુશ રહ્યો હતો. પણ હવે ફરી આ ધંધો પૂરબહારમાં ચાલી રહ્યો છે. આની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને ગુનેગારોને હદપારી તથા પાસા તળે જેલ હવાલે કરવામાં આવે તેવી માંગ છે.

ફાઇલ ફોટો

- text