મોરબી-માળિયા હાઇવે પર ઠેર ઠેર પાણી ભરાવાના કારણે ટ્રાફિકજામ

- text


મોરબી : મોરબી જિલ્લામાં મેઘરાજા સતત અવિરતપણે મેઘકૃપા વરસાવી રહ્યા હોય સતત વરસાદથી આફત સર્જાય છે. જેમાં મોરબીમાં ઠેરઠેર પાણી ભરાયા હોય અને ખાડા ઉપર પાણી ભરાયેલા હોવાથી વાહનો જાળવી જાળવીને ચલાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરની સાથે મોરબી – માળીયા હાઇવે પર પણ ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને પાણી ભરવાના કારણે વાહનો ધીમે ચાલતા હોવાથી ભરતનગર ગામ આસપાસ ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. માળીયા હાઇવેથી પાવડીયારી તરફના રસ્તા ઉપર પાણી ફરી વળતા ટ્રાફિકજામ સર્જાયો છે. આવી રીતે ઘણા માર્ગોનું વરસાદમાં ધોવાણ થઈ ગયું હોવાથી અકસ્માતથી બચવા લોકો ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી રહી છે. સવારે હાઇવે પર ઘણા માર્ગો ઉપર ટ્રાફિકજામ થયો હતો. તેથી સવારે કામધંધે નીકળેલા લોકો અટવાયા હતા.

- text

- text