મોરબીનું ચકમપર(જીવાપર) ગામ સંપર્ક વિહોણું બન્યું

- text


નદીના પુલના કામ નીચેના ડાઈવર્ઝનનું ધોવાણ થતા ગામ સંપર્ક વિહોણું થતા ગામલોકો ફસાયા

મોરબી : મોરબી પંથકમાં હવે ભારે વરસાદ આફત નોતરી રહ્યો છે.જેમાં ભારે વરસાદને પગલે મોરબીનું ચકમપર (જીવાપર) સંપર્ક વિહોણું થઈ ગયું છે અને નદીના પુલના કામ નીચેના ડાઈવર્ઝનનું ધોવાણ થતા ગામ સંપર્ક વિહોણું થતા ગામલોકો ફસાયા છે.

મોરબી તાલુકાનુ ચકમપર ( જીવાપર ) ગામ સંપર્ક વિહોણું બની ગયું છે.જેમાં ભારે વરસાદના કારણે નદીના પુલનુ કામ ચાલુ હોવાથી નીચે ડાઈવઝઁનનુ ધોવાણ થવાથી ચકમપર ગામ સંપકઁ વિહોણુ થયેલ છે અને મોરબી લોકોને કામ ધંધો કરવા માટે કોઈ બીજો રસ્તો નથી તેમજ ચકમપરથી જેતપર જવા માટે વચ્ચે હોકળી આડો આવતો હોય અને ચકમપરથી જીકિયારીથી પછી ઘોડાધ્રોઈ ડેમના પાટીયા ખોલીયા હોવથી કોઈ લોકો મોરબી જઈ શકતા નથી.

- text

- text