મોરબીમાં પંચાસર રોડ ઉપર ખાડામાં વાહનો ફસાવાનો સિલસિલો યથાવત

- text


મોરબી : મોરબીમાં ભારે વરસાદને કારણે મોટાભાગના માર્ગોનું ધોવાણ થઈ ગયું છે. તેમાંય ભારે વરસાદથી પંચાસર રોડની બદતર સ્થિતિ થઈ ગઈ છે. ઠેરઠેર મસમોટા ગાબડા પડી ગયા છે. ગઈકાલે પણ ભારે વરસાદમાં ખાડામા દૂધ ભરેલું વાહન ફસાયું હતું. આજે પણ આ રોડ ઉપર ખાડામાં વાહનો ફસાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે અને આજે પંચાસર રોડ ઉપર પડેલા ખાડામાં છોટા હાથી વાહન ફસાયું હતું. તેથી તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text