મહેન્દ્રનગરના ધાયડી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા રજૂઆત

- text


પાણીના નિકાલની વ્યવસ્થા નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

મોરબીઃ મોરબીના મહેન્દ્રનગર ગામમાં આવેલ ધાયડી તરીકે ઓળખાતા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.

કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મહેન્દ્રનગરના ધાયડી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ બાબતે આપને અગાઉ રજૂઆત કરી હતી. આ અંગે આપે સૂચના આપી હોવા છતાં નિંભર તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી ફક્ત પાંચ ઈંચ વરસારમાં પણ પાણી ઠેર ઠેર પાણી ભરાય જાય છે. જો વધુ વરસાદ થાય તો આ વિસ્તારની હાલત શું થાય તે વિચારવા જેવી બાબત છે.

આ વરસાદના પાણી તેમજ ગટર વ્યવસ્થા માટે આ ગામને ગ્રાન્ટ ફાળવવામાં માટેનો લેટર આપવામાં આવ્યો હતો પરંતુ કોઈ કારણોસર આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ ન હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. એટલે કે લોકોને મુરખ બનાવવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સરકારના મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજા પણ આ બાબતે નિરસ હોવાનું કાંતિલાલ બાવરવાએ જણાવ્યું છે. તેથી આ બાબતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે નહીં તો સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

- text

- text