મોટી વાવડીથી મોરબી આવવાનો રસ્તો ભારે વરસાદના કારણે બંધ થતા લોકો ફસાયા

- text


મોરબી : મોરબી પંથક ઉપર મેઘરાજા હવે કહેર વરસાવી રહ્યા હોય તેમ ભારે વરસાદ લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે. જેમાં મોરબીનું મોટી વાવડી ગામમાં ભારે વરસાદથી ગામમાં ચારેકોર પાણી ભરાયા છે. અને મુખ્યમાગો ઉપર પાણી ભરાતા ગ્રામજનો ફસાઈ ગયા છે.

મોટી વાવડી ગામે ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં મોટી વાવડીથી મોરબી તરફ આવવાના રસ્તા ઉપર પાણી ભરાતા આ રસ્તો બ્લોક એટલે અવરજવર માટે બંધ થઈ ગયો છે. આથી ગામથી રોજ મોરબી શાળાએ અપડાઉન કરતા બાળકો સહિતના વિધાર્થીઓ ફસાય ગયા છે.તેમજ મોરબી કામધંધે કે નોકરી અર્થે આવતા લોકો પણ ફસાઈ ગયા છે. ગ્રામજનો મોરબી જઈ શકે એમ જ નથી. તેથી તંત્ર યોગ્ય મદદ કરે તેવી ગામના અગ્રણી અને ઉપસરપંચ કૃષ્ણસિંહ જાડેજાએ માંગ કરી છે.

- text

- text