હવે માળીયા પર મેઘરાજા મહેરબાન : બપોર બાદ માળીયામાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગતરાત્રીથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. આજે આજે સવારે વરસાદનું થોડું જોર ઘટ્યું હતું. આજે બપોર બાદ માળીયા પંથકમાં મેઘરાજાએ મુકામ કર્યો હતો. સોમવારે બપોરે 12 થી સાંજના 6 વાગ્યા સુધીમાં માળીયામાં 68mm વરસાદ નોંધાયો હતો. જ્યારે ટંકારાના 26mm, વાંકાનેરમાં 12mm, હળવદમાં 10mm અને મોરબીમાં 8mm વરસાદ નોંધાયો હતો.

- text

નોંધ : 25mm બરાબર એક ઇંચ વરસાદ થાય

 

- text