વરસાદ અપડેટ : છેલ્લા 24 કલાકમાં ટંકારામાં એક, મોરબીમાં અડધો ઇંચ

- text


આજે ભારે વરસાદની આગાહી વચ્ચે મોરબીમાં સવારથી જ મેઘાવી માહોલ વચ્ચે ભારે વરસાદી ઝાપટું વરસી ગયું

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા દિવસથી ધીમીધારે મેઘકૃપા વરસી રહી છે અને મેઘરાજા કટકે કટકે હેત વરસાવી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકનો વરસાદ જોઈએ તો ટંકારામાં એક, મોરબીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જો કે આજે ભારે વરસાદની આગાહી વચ્ચે મોરબીમાં સવારથી જ મેઘાવી માહોલ વચ્ચે ભારે વરસાદી ઝાપટું વરસી ગયું છે.

મોરબી જિલ્લામાં આજે ચોથા દિવસે પણ મેઘસવારી ધીમીધારે આવી પહોંચી છે. જો કે ચાર દિવસથી આકાશમાં કાળા ડિબાંગ વાદળોની જમાવટ વચ્ચે દિવસ દરમિયાન ક્યારેક એક્દમ ધીમીધારે તો ક્યારેક ધોધમાર રૂપે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં છેલ્લા 24 કલાક એટલે શુક્રવારે સવારના છ થી આજે શનિવારે સવારના 6 દરમિયાન ટંકારામાં સૌથી વધુ ધીમીધારે 27 મિમી એટલે એક ઇંચ જેવો વરસાદ પડી ગયો છે. જ્યારે મોરબીમાં 14 મિમી, વાંકાનેરમાં 8, માળીયામાં 5 મિમી વરસાદ નોંધાયો હતો અને હળવદમાં મેઘવીરામ રહ્યો છે.

- text

મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં આજે સવારે 6થી 10 દરમિયાનનો વરસાદ એકદમ નિલ બતાવે છે. એટલે અત્યારે 10 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો નથી. પણ સવારે મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે ભારે વરસાદી ઝાપટું પડી ગયાનો અહેવાલ મળે છે.

- text