ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી અનામત હટાવવાના નિર્ણયનો કોંગ્રેસ દ્વારા વિરોધ 

- text


ટંકારા મામલતદારને જિલ્લા કોંગ્રેસ સમિતિ ઓબીસી વિભાગ દ્વારા આવેદન અપાયુ 

ટંકારા : ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી માટેની 10 ટકા અનામત હટાવવાનો નિર્ણય લેવાયો છે ત્યારે આ નિર્ણય અંગે પુનઃ વિચારણા કરવા માટે ટંકારા મામલતદારને જિલ્લા કોંગ્રેસ સમિતિ ઓબીસી વિભાગ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઈ આહીર, ટંકારા તાલુકા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ નિલેશભાઈ સુરેલીયા, પ્રદેશના આગેવાન કે.ડી. બાવરવા, પ્રદેશ ઓબીસીના આગેવાન ડો.લખમણભાઇ કંઝારિયા તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી રમેશભાઈ જારીયા, મોરબી શહેર ઓબીસી પ્રમુખ લખુભા ગઢવી, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ઓબીસીના મહામંત્રી મનસુખભાઈ વાઘેલા, ઉપપ્રમુખ દલસુખભાઈ નથુભાઈ આહીર, આશિષભાઈ ગજિયા, રામભા ગઢવી, રમેશભાઈ ગેડિય તેમજ ટંકારાના ઓબીસીના આગેવાનોએ આજે ટંકારા મામલતદારને આવેદનપત્ર આપીને ગુજરાતમાંથી જે સાડા ત્રણ હજાર ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે તેમાં ૧૦ ટકા ઓબીસી સરપંચોની અનામત જગ્યાઓ રદ થવા અને સામાન્ય સીટ કરવા માટે જે નિર્ણય લેવાયો છે તેની સામે પુનઃવિચારણા કરીને ઓબીસી સમાજને આર્થિક, સામાજિક અને રાજકીય નુકસાન ન થાય તે અંગે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

- text

- text