મોરબીના ક્રિષ્નાબેન પટેલની પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક

- text


મોરબી : મોરબીના મહિલા કોંગ્રેસના નેતા ક્રિષ્નાબેન પટેલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (મહિલા)ના જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ક્રિષ્નાબેન પટેલને આ મહત્વની જવાબદારી મળતાં ચોતરફથી તેઓને શુભેચ્છા મળી રહી છે.

મોરબીના ક્રિષ્નાબેન પટેલે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ આ પહેલા પ્રદેશ મંત્રી તરીકે સુંદર કામગીરી કરી હતી. ત્યાર બાદ મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી હતી. કિષ્નાબેન પટેલના દાદા અને પિતા પણ કોંગ્રેસમાં મહત્વની જવાબદારી નિભાવી ચુક્યા છે.

- text

ક્રિષ્નાબેન સાયન્સ ગ્રેજ્યુએટ છે. તેમણે માસ્ટર ડિગ્રી મેળવેલી છે અને એલએલબી કરીને એડવોક્ટની પદવી પણ પ્રાપ્ત કરેલી છે. સાથે જ સામાજિક કાર્યોમાં પણ તેઓનું સારું પ્રદાન છે. ત્યારે તેમને ગુજરાત પ્રદેશ કોંગ્રે સમિતિ (મહિલા)ના જનરલ સેક્રેટરી બનાવાતા આવનારા દિવસોમાં સારી કામગીરી કરે તેવી શુભેચ્છાઓ મળી રહી છે.

- text