ગુજરાતનું ગૌરવગાન કરતાં ‘ગુજરાત ગીતો’ પુસ્તકમાં મોરબીના સર્જકના ગીતને મળ્યું સ્થાન

- text


મોરબીઃ ગુજરાતનું ગૌરવગાન કરતાં ગીતોનો સંચય – ‘ગુજરાત ગીતો’ પુસ્તકમાં મોરબીના સર્જક સંજય બાપોદરિયા ‘સંગી’ની રચના ‘મારી જય ગુજરાત’ને સ્થાન આપવામાં આવ્યું છે.

સંપાદક રવજીભાઈ ગાબાણીએ ગુજરાતનું ગૌરવગાન કરતાં ગીતોનો સંચય – ‘ગુજરાત ગીતો’ પુસ્તકમાં કવિ નર્મદ, અરદેશર, ખબરદાર, ઉમાશંકર જોશીથી લઈને આજ સુધીના નવોદિત સર્જકોની કુલ 101 રચનાઓનો સમાવેશ કર્યો છે. ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતાં ચિત્રો સાથેનું આકર્ષક ટાઇટલ પેજ અને સુંદર મજાના લેઆઉટ સાથેનું આ પુસ્તક રવજીભાઈ ગાબાણીએ ‘જેમણે ગુજરાતની પવિત્ર ધરતી ઉપર રહીને મીઠા શ્વાસ લીધા છે, લઈ રહ્યાં છે અને લેવાનાં છે, એ તમામ ગુર્જરહિંદી બાંધવ-ભગિનીઓને જય જય ગરવી ગુજરાત સાથે સાદર…’ અર્પણ કર્યું છે. આ પુસ્તકની પ્રસ્તાવના ભાગ્યેશ જહાએ ‘ગુજરાતગીતો; એક અમૃતકુંભનું આચમન…’ શીર્ષક હેઠળ લખી છે. ઝેડ-કેડ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત પુસ્તકમાં મોરબીના વતની એવા સંજય બાપોદરિયા ‘સંગી’ની રચના ‘મારી જય ગુજરાત’ને સ્થાન આપવામાં આવ્યું છે. જે સમગ્ર મોરબી માટે ગૌરવપૂર્ણ બાબત છે.

- text

- text