મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરી નેટ કનેક્ટિવિટીના ધાંધિયા : લોકો પરેશાન

- text


નેટ કનેક્ટિવિટી કલાકો સુધી ખોરવાઈ જતા દૂર દૂર ગામડેથી આવતા લોકોને ધરમના ધક્કા

મોરબી : મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરી નેટ કનેક્ટિવિટીના ધાંધિયા થતા લોકો પરેશાન થઈ ગયા છે. નેટ કનેક્ટિવિટી કલાકો સુધી ખોરવાઈ જતા દૂર દૂર ગામડેથી આવતા લોકોને ધરમના ધક્કા થાય છે. તેથી આ કાયમી પ્રશ્નનું તંત્ર યોગ્ય નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે.

મોરબીના સામાકાંઠે તાલુકા સેવાસદનમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઘણા સમયથી વારંવાર નેટ કનેક્ટિવિટી કલાકો સુધી ખોરવાઈ જાય છે. ઘણા લોકો દૂર દૂર ગામડેથી અહીંયા દસ્તાવેજની કામગીરી કરવા આવે છે અને કામધંધો ખોટી કરીને દસ્તાવેજનું કામ કરવા અહીંયા આવે છે. ત્યારે નેટ કનેક્ટિવિટી જ ન હોવાથી લોકોને કલાકો સુધી બહાર બેસવું પડે છે. ઘણીવાર તો 6-6 કલાક સુધી નેટ કનેક્ટિવિટી ખોરવાઈ રહેતી હોય લોકોને ભારે પરેશાની વેઠવી પડે છે. નેટ કનેક્ટિવિટી ખોરવાઇ ગયા બાદ ક્યારે પરત આવે એ નક્કી ન હોય ઘણીવાર ધરમના ધક્કા થાય છે. આથી તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text