મોરબી જિલ્લામાં લમ્પી વાયરસની એન્ટ્રી : બરવાળામાં પાંચ કેસ

- text


મોરબી જિલ્લા પશુપાલન વિભાગ એલર્ટ : બરવાળામાં રસીકરણ કરાયું, પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સક્ષમ

મોરબી : ગરમીને કારણે પશુઓમાં દેખાતા લમ્પી વાયરસની મોરબી જિલ્લામાં એન્ટ્રી થઈ છે. મોરબીના બરવાળા ગામે પાંચ ગાયો લમ્પી વાયરસનો ભોગ બની હોવાનું બહાર આવતા પશુપાલન વિભાગમાં દોડધામ મચી ગઇ છે. આમ પણ આ વાયરસને પગલે પશુપાલન વિભાગ સાબદુ છે અને બરવાળા ગામેં દોડી જઈને પશુ ડોક્ટરની ટીમે આ વાયરસનો ભોગ બનેલી ગાયોનું રસીકરણ કર્યું હતું.

મોરબીના બારવાળા ગામે કેટલીક ગાયો લમ્પી વાયરસનો શિકાર બની હોવાની જિલ્લા પશુપાલન વિભાગને ફરિયાદી મળતા આ ચેપી વાયરસની ગંભીરતાને ધ્યાને લઈને પશુપાલન તુરત હરક્તમાં આવ્યું હતું અને પશુ પાલનના વિભાગના ડો. ભાડજા સહિતની ટીમ બરવાળા ગામે દોડી ગઈ હતી અને સરપંચ હીરાભાઈ ખાંભલા સહિતના ગ્રામજનોને સાથે રાખી પશુ ડોક્ટરની ટીમે અંદાજિત 80 જેટલી ગાયનું નિદાન કર્યું હતું. જેમાં પાંચ ગાયો જ લમ્પી વાયરસનો ભોગ બની હોવાનું બહાર આવ્યું હતું. આથી પશુ ડોક્ટરની ટીમે આ તમામ ગાયોનું રસીકરણ કરીને ગંભીર વાયરસ સામે સુરક્ષિત કરી હતી.

પશુપાલન વિભાગે જણાવ્યું હતું કે, ગાયોમા આવા વાયરસને લઈને પશુપાલન વિભાગ એલર્ટ છે અને આ વાયરસને પહોંચી વળવા પશુપાલન વિભાગ સક્ષમ છે. પશુપાલન વિભાગ પાસે રસીનો પૂરતો સ્ટોક છે અને જ્યાં પણ આવા ગાયોમાં વાયરસ દેખાઈ ત્યાં તરતજ પશુપાલનની ટીમ દોડી જઈને રસીકરણ કરી રહ્યું છે. હાલ પાંચ જ આ પ્રકારના કેસ જોવા મળ્યા છે અને ગરમીને કારણે પશુઓમાં શરીર ઉપર ફોડકા દેખાતા હોવાનું અને આવા વાયરસ ફેલાતો હોવાનું જણાવ્યું હતું.

- text

- text