મોરબી કપોરીવાડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને રાઈટિંગ પેડની ભેટ

- text


મોરબી : કપોરીવાડી પ્રાથમિક શાળામાં દાતા તરફથી શાળાના 460 વિદ્યાર્થીઓને રાઈટિંગ પેડની ભેટ આપવામાં આવી હતી.ભેટ બદલ દાતાઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં જોધાણીની વાડી વિસ્તારમાં રહેતા હરેશભાઈ ખીમજીભાઈ ચાવડા તરફથી કપોરીવાડી શાળામાં અભ્યાસ કરતા 460 વિદ્યાર્થીઓને રાઇટીંગ પેડની ભેટ આપવામાં આવી હતી. આવી શૈક્ષણિક ભેટ મળતા તમામ બાળકોના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ હતી. શાળા પરિવાર તરફથી દાતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને દાતાનું શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

- text

- text