જામસર અને લુણસરની સીઆરસી શાળાઓમાં શૈક્ષણિક કીટનું વિતરણ

- text


મોરબી : તાજેતરમાં રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો અને વિદ્યાર્થીઓને દાતાઓ તરફથી ભેટ આપવામાં આવી હતી. જે અંતર્ગત મોરબી જિલ્લાના રંગપર નિવાસી હાલ સમથેરવા રહેતા મહાવીરસિંહ દિલુભા દ્વારા પણ જામસર સી.આર.સીની 12 શાળાઓ તેમજ લુણસર સી.આર.સીની 2 શાળાઓમાં શાળામાં પ્રવેશ લીધેલા તમામ બાળકોને સ્કૂલબેગ, દેશીહિસાબ પેન રબરની કીટ (તમામ કીટ રૂપિયા 28000) આપવામાં આવી હતી.બાળકોને આ શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવા બદલ તમામ આચાર્યો અને સી.આર.સી દ્વારા તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

- text

- text