ભુતીયા પાણીના જોડાણના કારણે ઘુંટુ ગામની સોસાયટીઓ પાણી ન મળતાં રજૂઆત

- text


મોરબીઃ મોરબીના ઘુંટુ ગામમાં આવેલી સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે ઘુંટુ ગ્રામ પંચાયત દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેરને આ અંગે લેખિત રજૂઆત કરીને ભુતીયા પાણીના જોડાણ બંદ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે..

આરોગ્ય સુખાકારી પેટા વિભાગ-2ના નાયબ કાર્યપાલક ઈજનેરને ઘુંટુ ગ્રામ પંચાયત દ્વારા કહેવામાં આવ્યું છે કે, લક્ષ્મીનગરથી ઘુંટુ ગામે જતી પાણીની લાઈનમાંથી ઘણા ભુતીયા પાણીના જોડાણ છે. જેમાં ગણેશનગર, મધુપુર તથા ગજાનંદ સોસાયટી, જયવંશી સોસાયટી, પ્રભુકૃપા સોસાયટીમાં 3 જોડાણ, રોયલ પાર્ક સોસાયટી, પીપડી ગામ તથા વૃંદાવન સોસાયટીમાં ભુતીયા કનેક્શન આવેલા છે. આ ભુતીયા કનેક્શનના કારણે ઘુંટુ ગામમાં પૂરતું પાણી પહોંચતું નથી જેથી ગ્રામજનોને પાણી વિના હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ એનસી સેવન લાઈન ઘુંટુ-માંડલ ગામ માટે હોય જેમાં જોડેલા ભુતીયા કનેક્શન દુર કરી ગામ સુધી યોગ્ય પાણીનો પ્રવાહ પહોંચે તે માટે રજૂઆત કરાઈ છે.

- text

- text