મોરબીમાં અંજની પાર્કમાં જાહેર માર્ગ બંધ કરી દેવાતા રહીશો પરેશાન

- text


અંજની પાર્ક સોસાયટી દ્વારા રસ્તો બંધ કરી દેવાતા ગજાનન પાર્ક, નંદનવન પાર્ક, રામકો બંગલોના રહીશોએ ચીફ ઓફિસરને કરી લેખિત રજૂઆત

મોરબી : મોરબીના કેનાલ રોડ ઉપર આવેલી અંજની પાર્ક સોસાયટી દ્વારા ગજાનન પાર્ક, નંદનવન પાર્ક સોસાયટી, રામકો બંગલો વિસ્તારનો રસ્તો બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશોએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને અંજની પાર્ક સોસાયટીમાંથી નીકળતો રસ્તો ખુલ્લો કરાવવા માંગ ઉઠાવી હતી.

ગજાનન પાર્ક, નંદનવન પાર્ક, રામકો બંગલોના રહીશોએ કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, આલાપ મેઇન રોડથી અંજની પાર્ક સોસાયટીમાંથી પાછળની સોસાયટી જેવી કે ગજાનન પાર્ક, નંદનવન પાર્ક સોસાયટીના રહીશો અંજની પાર્કમાંથી રસ્તો મળે છે તે રસ્તો હાલમાં અંજની પાર્ક સોસાયટીના રહીશોએ જીઈબીના થાંભલા અને તાર બાંધીને બંધ કરી દીધો છે.

- text

અંજની પાર્ક સોસાયટીના મોટા ભાગના રહીશોને કોઈપણ વાંધો નથી પરંતુ અમુક સોસાયટીમાં રહેતા એક બે માથાભારે શખ્સો દ્વારા રસ્તો બંધ કરી કાયદાનો ભંગ કર્યો છે અને પાછળની સોસાયટી બાંધકામ ટી.પી મુજબ એપ્રોચ રસ્તો રોકી ગુનાહીત પગલું ભર્યું છે તો આ બાબતે દબાણ દૂર કરી રસ્તો ખોલી આપવા માંગ કરાઈ છે.

- text