હળવદના પાંડાતીરથ ગામે તસ્કરોએ વાડીમાં ખાતર પાડ્યું : ત્રણ સ્થળે ચોરી

- text


સદનસીબે દાગીના બચી ગયા, રોકડ, મોબાઈલની ચોરી : ગ્રામ્ય વિસ્તારોમાં ચોરોની ભારે રંજાડ હોવાથી પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ

હળવદ : હળવદ પંથકમાં તસ્કરોએ હાહાકાર મચાવી દીધો છે થોડા સમયના વિરામ બાદ ગતરાત્રે ફરી તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો.જેમાં હળવદના પાંડાતીરથ ગામે તસ્કરોએ ખાતર પાડ્યું હતું અને રોકડ, મોબાઈલની ચોરી કરી હતી. જો કે દાગીના બચી ગયા હતા.પણ ગ્રામ્ય વિસ્તારોમાં ચોરોની ભારે રંજાડ હોવાથી પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

હળવદના પાંડાતીરથ ગામે આવેલી પોતાની વાડીએ પરિવાર સાથે રહેતા રમેશભાઈ નાગજીભાઈ કણજારિયાએ જણાવ્યું હતું કે, ગતરાત્રે કાળઝાળ ગરમી અને ઉપરથી લાઈટના હોવાથી અમે બધા પરિવારજનો બહાર વાડીમાં સુતા હતા ત્યારે બાજુની વાડી તરફથી તસ્કરોએ આવ્યા હતા અને તસ્કરોએ બાજુની વાડીમાંથી એક મોબાઈલ તેમજ બે મકાનમાંથી રૂ.27 હજાર રોકડા અને તેમના મકાનમાંથી 7 હજાર રોકડા રૂપિયા લઈને નાસી ગયા હતા.

- text

જો કે વાડી માલિકે સોનાના દાગીના ગ્લાસમાં છુપાવીને રાખ્યા હોય તસ્કરોના હાથમાં એકેય ઘરમાંથી દાગીના હાથ લાગ્યા ન હતા એટલે દાગીના બચી ગયા હતા. પણ ખાતર અને મજૂરોને ચૂકવવા માટે જે પૈસા રાખ્યા હતા. એ તસ્કરો ઉઠાવી જતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આથી પોલીસે આવા અંદરના વાડી વિસ્તારમાં ધ્યાન આપે અને કડક પેટ્રોલીગ કરે તેવી માંગ ઉઠી છે.

- text