રાજપર( કું) ગામે રોડ રસ્તાની બાજુ પર વૃક્ષારોપણ કરાયું

- text


વર્ષાઋતુની શરૂઆતમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વાર પર્યાવરણ પ્રોજેક્ટ હાથ ધરાયો

મોરબી : મોરબીમાં વરસાદનું ધીમધારે આગમન શરૂ થતાં વૃક્ષ વાવેતર માટે આ અનુકૂળ સમય હોવાથી વર્ષાઋતુની શરૂઆતમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વાર પર્યાવરણ પ્રોજેક્ટ હાથ ધરાયો છે અને મોરબીના રાજપર( કું) ગામે રોડ રસ્તાની બાજુ પર વૃક્ષારોપણ કરાયું હતું.

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના મંત્રી કેશુભાઈ દેત્રોજા,અને દાતા સભ્ય બીરેન્દ્રસિંહ રાઠોડનાં જન્મદિવસે પર્યાવરણની જાગૃતિનો સમાજમાં એક ઉમદા સંદેશા માટે વૃક્ષારોપણ કરી વૃક્ષો વાવો વરસાદ લાવો અને છોડમાં રણછોડ તેમજ વધુ વૃક્ષો વધુ ઑક્સિજન આ સૂત્રને સાર્થક કરવા લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા રાજપર( કું) ગામે બહુચર માતાજીના પટાંગણમાં અને રોડ રસ્તાની બાજુ પર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છનાં વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલાનાં માર્ગદર્શનથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં પ્રેસિડેન્ટ ટી સી

- text

ફૂલતરિયા સેક્રેટરી. કેશુભાઈ દેત્રોજા લા. મનસુખભાઇ જાકાસનીયા અને પ્રોજેક્ટ ચેરમેન લા. મહાદેવભાઈ ચિખલિયા અને ગામના સભ્ય તેમજ પર્યાવરણ પ્રેમી લોકો હાજર રહેલ હતા.

- text