ઉચી માંડલ નજીક સિરામીક ફેક્ટરીમાંથી 26 બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે ઉચી માંડલ નજીક આવેલી સિરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં દરોડો પાડી મૂળ જૂનાગઢના યુવાનને 26 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે ઉચીમાંડલ ગામ નજીક આવેલ માર્બીલાનો સીરામીક ફેકટરીના લેબર કવાર્ટરમાં દરોડો પાડી મૂળ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના વડા ગામના આરોપી જગદીશભાઈ ગોવિંદભાઈ મારૂના કબજા ભોગવટા વાળી રૂમમાંથી રૂપિયા 13,520ની કિંમતનો વિદેશી દારૂ રોયલ ચેલેન્જની 26 બોટલ કબ્જે કરી આરોપીને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text