મોરબીમાં ચાર ચપલા અમે ચાર બોટલ દારૂ સાથે બે ઝડપાયા

- text


એ ડિવિઝન પોલીસે નવા ડેલા રોડ ઉપર અને બી ડિવિઝન પોલીસે શક્તિ ચેમ્બર નજીક કરેલી કાર્યવાહી

મોરબી : મોરબી સિટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ દ્વારા દારૂ અંગે બે અલગ અલગ કાર્યવાહીમાં બે યુવાનને ચાર ચપલા અને ચાર બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રથમ દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શક્તિ ચેમ્બર નજીકથી ગૌરાંગપરી ઉર્ફ ગૌરવ ભુપતપરી ગોસ્વામી, રહે. મુળ મહુવા શીતળામાતા ના મંદિર પાસે તા.મહુવા જી.ભાવનગર હાલ રહે. નવા જાંબુડીયા ગામ નીશાળની બાજુમાં વાળાને રૂપિયા 25 હજારની કિંમતના બાઈક ઉપર મેકડોવેલ્સ નંબર-1 વ્હીસ્કીની બોટલ નં-4 કિંમત રૂપિયા 1400 સાથે ઝડપી લઈ મોટર સાયકલ સહિત 26,400નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

- text

જ્યારે બીજા દરોડામાં સિટી એ ડિવિઝન પોલીસે નવા ડેલા રોડ ઉપરથી સલીમભાઈ હુશૈનભાઈ આંબલીયા, રહે. ઘાંચી શેરી ફારૂકી મસ્જીદ પાસે મોરબી વાળાને મેકડોલ્સ નં.1 ઓરીઝનલ ક્લાસીક બ્લેન્ડ વ્હીસ્કીના ચાર 180 એમએલના ચપલા કિંમત રૂપિયા 400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text