ટંકારા નજીક સ્વીફ્ટ કારમાં દેશી દારૂની ખેપ મારતા યુવાન ઝડપાયો

- text


ટંકારા : ટંકારા પોલીસે ખીજડિયા ચોકડી નજીકથી સ્વીફ્ટ કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા રાજકોટના જારીયા ગામના યુવાનને ઝડપી લઈ બે લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ટંકારા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ખીજડિયા ચોકડી નજીકથી સ્વીફ્ટ કાર લઈને નીકળેલા ક્રિપાલ જયંતિભાઈ સોલંકી, રહે.જારીયા તા.જી. રાજકોટ વાળાને ઝડપી લઈ કારની તલાશી લેતા કારમાંથી દેશીદારૂનો 200 લીટર જથ્થો મળી આવ્યો હતો.

- text

આ મામલે ટંકારા પોલીસે દેશી દારૂ કિંમત રૂપિયા 4000, સ્વીફ્ટ કાર કિંમત રૂપિયા 2 લાખ સહિત કુલ રૂપિયા 2.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text