મોરબીના વેપારીએ 60 વર્ષની ઉંમરમાં 102 વખત કર્યું રક્તદાન

- text


મોરબી: કહેવાય છે કે રક્તદાન એ મહાદન છે. પણ ઘણા લોકોમાં એવી માન્યતા હોય છે કે, લોહી દેવાથી શરીરમાં નબળાઈ આવે છે. પણ મોરબીના એક એવા રક્તદાતા છે, જેણે 60 વર્ષની ઉંમરમાં 102 વખત રક્તદાત કર્યું છે. રક્તદાન કરવાથી તેમને ક્યારેય નબળાઈ આવતી નથી. ઉલટાની એક મહામૂલી જિંદગીને નવજીવન મળે છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને મોબાઈલ શોપ ધરાવતા 60 વર્ષીય કાંતિભાઈ કાનજીભાઈ વૈષ્નાણીમાં નાનપણથી બીજાને કોઈને કોઈ રીતે મદદરૂપ થવાના સંસ્કાર રેડાયા છે. તેમણે થોડા સમજણ થયા ત્યારે અનુભવ્યું કે, રક્તદાન એ જ સૌથી મોટું દાન છે અને રક્તદાન કરવામાં લોકોની મકહામૂલી જિંદગી બચે છે. તેમણે આ જીવે ત્યાં સુધી રક્તદાન કરવાનો નિર્ણય લઈને વર્ષ 1986માં પ્રથમ વખત રક્તદાન કર્યું હતું. બસ ત્યારથી તેઓ જેને પણ તેમના બ્લડની જરૂરિયાત હોય ત્યાં પહોંચીને નિઃસ્વાર્થ ભાવે લોહી આપે છે.

- text

કાંતિભાઈ ઉમેરે છે કે, આ રીતે અત્યાર સુધીમાં 102 વખત રક્તદાન કર્યું છે, હું લોહી આપું પછી મને કોઈ જાતની નબળાઈ આવતી નથી. 24 કલાકમાં જ લોહી રિકવર થઈ જાય છે. 60 વર્ષની વયે પણ નખમાં રોગ નથી. એક્દમ તંદુરસ્ત છે. આજે પણ રક્તદાન કરું છું.આથી લોકોને કહું છું કે તમારું રક્ત જે લોકોને જરૂર હોય તેને આપો. તમારા રક્તથી બીજાની જિંદગી નવી મળશે. અને તેમજ મેં મર્યા પછી દેહદાન કરવાનો સંકલ્પ લીધો છે.

- text