ટંકારા પંથકમાં વરસાદ વરસાવતા વાદળોનો અદભુત નજારો ખેડૂતે કેમેરામાં કેદ કર્યો, જુઓ વિડિઓ

- text


ઓટાળાના ખેડૂતે આ અલભ્ય ઘટનાનો વિડીયો ઉતાર્યો

ટંકારા : ટંકારામાં બીજા દિવસે પણ મેઘરાજાએ મહેર કરી છે. આજે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. ત્યારે ટંકારા પંથકમાં જાણે વાદળ ફાટ્યું હોય એમ વરસાદનો દરેડો થતો હોય તેવો અદભુત નઝારો જોવા મળ્યો હતો. ઓટાળાના ખેડૂતે આકાશમાંથી વરસતા વરસાદનો માહોલ મોબાઈલ કેદ કર્યો છે.

ટંકારાના નેકનામ ગામના સિમાડાથી આકાશમાંથી જાણે સાબેલની ધારે વરસાદ ખાબકતા હોકળા ખેતર બે કાઠે વહી ગયા હતા એ વખતે ઓટાળાના દિક્ષીત દેસાઈએ આ અદ્ભુત નજારો મોબાઇલમા કેદ કરી લીધો હતો. આ એજ વાદળુ છે. જેને રોહીશાળા, જોધપર ઝાલા વીરવાવ ધ્રોલિયા ગણેશપર સાવડી નેસડા ગજડી ધુનડા સહિતના વિસ્તારોમાં ચૌ તરફ પાણી પાણી કરી વાવણી લાયક વરસાદ કર્યો છે.

- text

ટંકારા નજીક આકાશમાંથી ધોધમાર વરસાદ વરસાવતા વાદળોનો અદભુત અને અલભ્ય નજારો ઓટાળા ગામના યુવાન દિક્ષીતભાઈ દેસાઈ તેમના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો..જુઓ આ વિડિઓ..

https://youtu.be/KQfgVWC34j0

- text