ટંકારાના ખાખરા ગામે બિયરના દસ ડબલા પકડાયા : આરોપી ફરાર

- text


ટંકારા : ટંકારા તાલુકાના ખાખરા ગામે પોલીસે પ્રફુલ ચનાભાઇ અધારીયાની વાડીમાં દરોડો પાડી એરંડાના ભુક્કાના ઢગલામાં છુપાવેલ બિયરના 10 ડબલા કિંમત રૂપિયા 1000 ઝડપી લીધા હતા જો કે, દરોડા દરમિયાન આરોપી પ્રફુલ ચનાભાઇ અધારીયા હાજર નહિ મળી આવતા પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

- text