વાંકાનેરમાં વોડકાની દસ બોટલ સાથે યુવાન ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર રેલવે સ્ટેશન નજીકથી સિટી પોલીસે જુદી જુદી બ્રાન્ડની વોડકા દારૂની દસ બોટલ સાથે યુવાનને ઝડપી લીધો હતો.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર રેલવે સ્ટેશન પાસે પેટ્રોલિંગમાં રહેલ સિટી પોલીસ ટીમે પીન્ટુભાઇ ગંગાભાઇ પાલ, રહે.હાલ માટેલ વિરપર રોડ અરમાનો સીરામીક કારખાના વાળાને જુદી જુદી બ્રાન્ડની વોડકાની દસ બોટલ કિંમત રૂપિયા 3000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text