મોરબીના યુવાનોએ કીડીયારૂ ભરેલા 51 નાળિયેર જમીનમાં દાટી પર્યાવરણ દિવસ ઉજવ્યો

- text


મોરબી : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મોરબી પર્યાવરણ પરીવાર અને વિપુલ કડીવાર તથા સાગર કડીવાર સહિતના યુવાનો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 51 નાળિયેરમાં કીડીયારું પુરી તેને અલગ અલગ જગ્યાએ દાટયા હતા. આ સાથે સંદેશ આપતી રંગોળી પુરી સૌને પર્યાવરણ બચાવવાની અપીલ કરી હતી.

- text