મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ મુદ્દે કલેક્ટરને આવેદન

- text


મોરબી: આજરોજ મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ તેમજ જિલ્લા કોંગ્રેસ ટીમ દ્વારા જાતિ આધારિત ગણના, ક્રિમિલિયર સર્ટિફિકેટ, ઓબીસી સમાજને અલગ રેજીમેન્ટ અને અલગ મંત્રાલય, ઉચ્ચતમ ન્યાયલયોમાં ઓબીસીની સંખ્યા ઓછી છે તો મેરીટના આધારે ભરતી પ્રક્રિયા કરવામાં આવે, ઓબીસી વર્ગની મહિલાઓને અલગથી અનામત મળે, દેશમાં અડધાથી વધુ સંખ્યા ઓબીસીની છે તો 50 % અનામત મળે,ઓબીસી વર્ગના લોકોને કોન્ટ્રાક્ટને બદલે સરકારી નોકરી મળે, વિધાર્થીઓને છાત્રવૃત્તિ અને ખાનગીકરણ બંધ થાય જેવી વિવિધ માંગને લઈ મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલને આવેદન આપવામાં આવ્યું હતું.

- text

આ આવેદન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ઓબીસી ચેરમેન કેપ્ટન અજયસિંગ યાદવની સૂચનાથી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ચેરમેન ઘનશ્યામ ગઢવીના સૂચન મુજબ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઈ આહીરની અધ્યક્ષતામાં આપવામાં આવું હતું. જેમાં પૂર્વ પ્રધાન મોરબી જિલ્લા પ્રભારી ડો. દિનેશભાઈ પરમાર, મોરબી જિલ્લા પ્રમુખ જેન્તીભાઈ પટેલ, પૂર્વે કાર્યકારી પ્રમુખ ડો એલ. એમ. કંઝારીયા, પ્રદેશ મંત્રી રમેશભાઈ રબારી, મોરબી તાલુકા પ્રમુખ કે.ડી. પડસુંબિયા, મોરબી શહેર પ્રમુખ રાજુભાઈ કાવર, માળિયા શહેર પ્રમુખ ઇકબાલભાઈ જેડા, નાઝીરભાઈ જેડા, રમેશભાઈ આહીર, મહેશભાઈ રાજ્યગુરુ, દેવેન્દ્રસિંહ જાડેજા, પ્રભુભાઈ, મનસુખભાઈ, ભરતભાઈ કુંભરવાડિયા, ઘનશ્યામભાઈ કોળી, દલસુખભાઈ, લખુભા ગઢવી, જીલુભાઈ પરમાર, નિલેશભાઈ સુરેલીયા, લક્ષમણભાઈ કોળી, આહીર જીલુભાઈ ખાખરાડા, દીપકભાઈ પરમાર, ચિંતનભાઈ રાજ્યગુરુ, નારણભાઈ સોનગરા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

- text