રેસીપી અપડેટ : સૌ કોઈને પ્રફુલ્લિત કરી દેતી દલિયા કટલેસ..

- text


કટલેસ લગભગ સૌ કોઈને ભાવતી હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું એવી કેટલસની રેસીપી જે નાસ્તામાં સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ દલીયા કટલેસની. આ કટલેસ ખાઈને સૌ કોઈ પ્રફુલ્લિત થઇ જાય છે. એટલું જ નહીં ઘરે બનાવવામાં પણ ખુબ સરળ છે. તો આવો જાણીએ દલિયા કટલેસ બનાવવાની રેસીપી..


સામગ્રી:

2 કપ દલિયા
5 થી 6 બટાકા
2 ચમચી આમચુર
½ ચોખાનો લોટ
5 ચમચી બેસન
હળદર
ઝીણી સમારેલી ડુંગળી
ઝીણા સમારેલા લીલા મરચા
½ ગરમ મસાલો
ચાટ મસાલો
તજ
પાણી
તેલ
સ્વાદાનુંસાર મીઠું


બનાવવાની રીત:

દલિયા કટલેસ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ લો અને એમાં દલિયા નાંખો. હવે આ દલિયાને સારી રીતે ધોઇ લો. ત્યારબાદ બટાકા બાફી લો. બાફેલા બટાકાને હવે બરાબર રીતે મેશ કરી લો.

મેશ કરેલા બટાકામાં દલિયા, ડુંગળી, મીઠો લીમડો, લીલા મરચા, ડુંગળી, આમચૂર, હળદર, ચોખાનો લોટ અને સ્વાદાનુંસાર મીઠું એડ કરી દો. હવે આ બધુ જ બરાબર મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરી લો.

- text

આ મિશ્રણ બરાબર મિક્સ થઇ જાય એટલે એમાંથી કટલેસ તૈયાર કરો. હવે આ કટલેસને એક પ્લેટમાં લઇ લો.

આ પ્રોસેસ થઇ જાય પછી એક કઢાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં એક-એક કટલેસ એડ કરો.

આછા બ્રાઉન રંગની થાય એટલે આ કટલેસને બહાર કાઢી લો. તૌ તૈયાર છે દલિયા કટલેસ.

આ દલિયા કટલેસ ક્રન્ચિ બનવાની સાથે હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે.

- text