હળવદના ઔદ્યોગિક વિસ્તારમાં લૂંટના બનાવને પગલે પીઆઇની બદલી

- text


વેપારીઓના પ્રચડ આક્રોશને કારણે પી.આઈ.માથુકિયાને મોરબી ખાતે લિવ રિઝર્વમાં મુકાયા, હળવદના નવા પીઆઇ તરીકે એમ.વી.પટેલની નિયુક્તિ

હળવદ : હળવદના અધોગિક વિસ્તારને ગતરાત્રે લૂંટારું ટોળકીએ ધમરોળી નાખ્યો હતો. લૂંટારું ટોળકીએ માર મારીને આંતક મચાવતા વેપારીઓમાં પોલીસની નિષ્ક્રિયતા સામે પ્રચડ આક્રોશ ફાટી નીકળ્યો હતો. જેના પગલે તાબડતોબ હળવદના પીઆઇની બદલી કરીને મોરબી ખાતે લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે અને હળવદના નવા પી.આઈ. તરીકે એમ.વી.પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.

હળવદ માળીયા રોડ ઉપર આવેલ ઇન્સ્ટ્રીઝ વિસ્તારમાં ગતરાત્રે લૂંટારું ટોળકી ત્રાટકી હતી. જેમાં ગંગોત્રી ઓઇલ મિલના માલિક તેમજ મજૂરોને માર મારી માલમતા લૂંટી ગયા હતા. આ રીતે લૂંટારું ટોળકીએ સાતથી વધુ કારખાનામાં લૂંટ ચલાવી હતી. આ બનાવને પગલે વેપારીઓમાં જબરો રોષ ફાટી નીકળ્યો હતો. વારંવાર લૂંટ અને ચોરીના બનાવોને લઈને વેપારીઓએ પોલીસની નિષ્ક્રિયતા સામે બંડ પોકાર્યું હતું. એક તબક્કે વેપારીઓએ હળવદ બંધનું પણ એલાન કરી દીધું હતું.

- text

લૂંટના બનાવની પોલીસે છાનબીન શરૂ કરી છે અને ભોગ બનનારની ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરી છે. જો કે ફરિયાદ નોંધાયા બાદ જ લૂંટનો સાચો આંક બહાર આવશે. પણ આ લૂંટની ઘટનાથી વેપારીઓ આક્રોશ ધગધગતો હોવાથી વેપારીઓનો રોષ શાંત પાડવા માટે હળવદના પીઆઇ કે.જે.માથુકિયાની તાત્કાલિક બદલી કરીને તેમને મોરબી ખાતે લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. ત્યારે મોરબી ખાતે લિવ રિઝર્વમાં રહેલા પીઆઇ એમ.વી.પટેલને હળવદના નવા પીઆઇ તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

- text