રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નાયબ ડીપીઈઓ-ટીપીઈઓ સી.સી.કાવરને વિદાયમાન અપાયું

- text


રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા અને ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાએ આપી હાજરી

મોરબી: મોરબી જિલ્લાના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને મોરબી તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી.કાવર વયનિવૃત્ત થતા હોય તેઓને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાની ટીમ દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું.

મોરબીના નાયબ ડીપીઈઓ-ટીપીઈઓ સી.સી.કાવર કે જેમને વર્ષો સુધી કે.ની.શિક્ષણ, કે.ની.વહીવટ,તાલુકા પ્રાથમિક અને નાયબ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે વિવિધ પદો પર રહી નિર્વિવાદ રહી કુનેહપૂર્વક અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલ હોય વય નિવૃત્ત થતા તેમનું શેષ જીવન પરિવાર સાથે સુખ,શાંતિ અને આનંદમયી રીતે પસાર થાય એ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા ભાવભેર વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા અને ડીઈઓ સોલંકી સાહેબે ઉપસ્થિત રહીને સી.સી.કાવરને સન્માનિત કરી વિદાય આપી હતી. આ ઉપરાંત જિલ્લા શિક્ષણ કચેરીમાં ફરજ બજાવતા અધિકારી જયુ મેરજાને પણ વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડીડીઓ ભગદેવ, પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીના કાર્યકર્તા હિતેશભાઈ ગોપાણી, કિરણભાઈ કાચરોલા, પ્રદીપભાઈ કુવાડિયા, સંદીપભાઈ લોરીયા, મહાદેવભાઈ રંગપડીયા, બળદેવભાઈ વગેરેએ હાજર રહી વિદાયમાન આપ્યું હતું.

- text

- text