મોરબી : નિવૃત્ત આંગણવાડી બહેનોને ગ્રેચ્યુઇટીનો લાભ મળશે 

- text


મોરબી : આંગણવાડી કાર્યકર તથા હેલ્પર બહેનોને મૃત્યુ અથવા નિવૃત્તિના સમયે સરકાર દ્વારા ગ્રેચ્યુઇટીમાં કોઈ લાભો આપવામાં આવતા ન હતા. ત્યારે મોરબી જિલ્લા સહિત દેશભરની આંગણવાડીના કાર્યકરો, સહાયક બહેનો માટે ભારતીય મઝદુર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવે સુપ્રીમ કોર્ટ સુધી લડયા.

જે બાદ હવે નિવૃત થતા આંગણવાડી કાર્યકરો તેમજ સહાયક બહેનોને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એકટ 1972 મુજબ ગ્રેજ્યુટીની રકમ ચૂકવવા પાત્ર થશે. અને આ ચુકાદાથી અંદાજિત દોઢ લાખ કાર્યકરો તેમજ સહાયક બહેનોને ગ્રેજ્યુઇટી રકમનો લાભ મળવાપાત્ર થશે.

- text

જો ગ્રેજ્યુઇટીની રકમ ચૂકવવામાં મોડું થશે તો વ્યાજ સાથેની રકમ ચૂકવવાની થશે. એવો હુકમ પણ થયો છે. વધુ માહિતી માટે મોબાઇલ નંબર 87588 67717 અથવા 94264 71630 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે

- text