એજીએલ સિરામીક ગ્રુપ ઉપર ઇન્કમટેક્સના દરોડા : મોરબીમાં પણ તપાસ

- text


ઇન્કમટેક્સ વિભાગનું મેગા ઓપરેશન 40થી વધુ સ્થળે દરોડા

મોરબી : સિરામીક ક્ષેત્રે ટોચની એશિયન ગ્રેનિટો લિમિટેડ એટલે કે એજીએલ ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ હિંમતનગર ઉપરાંત મોરબી સ્થિત કંપનીના ભાગીદારોને ત્યાં પણ તપાસ શરૂ કરાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતના જાણીતા ટાઇલ્સ ઉત્પાદક એજીએલ ગ્રુપ ઉપર ઇન્કમટેક્સના રાજ્યવ્યાપી દરોડા પડ્યા છે. ઇન્કમટેક્સના 200 અધિકારીઓ તપાસમાં જોડાયા છે અને એકસાથે 35થી 40 જગ્યાએ તપાસ ચાલુ છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ અમદાવાદના ઇસ્કોન ચોક પર આવેલી એજીએલ ગ્રુપનીકોર્પોરેટ ઓફિસ પર તપાસ થઇ રહી છે. તથા હિંમતનગરની ફેક્ટરી પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. તેમજ અમદાવાદમાં રહેતા તમામ ભાગીદારો અને મોરબીના ભાગીદારોને ત્યાં પણ ઇન્કમટેક્સની ટીમપહોંચી છે.

- text

ઉલ્લેખનીય છે કે એશિયન ગ્રેનિટો લિમિટેડ સિરામીક કંપનીના કમલેશ પટેલ, કાળીદાસ પટેલ, સુરેશ પટેલ અને મુકેશ પટેલને ત્યાં પણ તપાસ ચાલી રહી છે. અને ગુજરાત બહાર પણ ઇન્કમટેક્સની તપાસ લંબાઇ છે.

દરમીયાન મોરબીમાં રહેલા એજીએલ સિરામીકના ભાગીદારોને ત્યાં ત્યાં પણ સવારથી તપાસ ચાલુ છે અને પોલીસના મોટા કાફલા સાથે ઓપરેશન શરૂ થતાં મોટા આર્થિક વ્યવહાર બહાર આવે તેવી શક્યતા છે.

- text