મોરબીમાં નાલા-વોકળા ઉપર આડેધડ બાંધકામ સામે તંત્રના આંખ મિચામણા

- text


નાલા-વોકળા ઉપર આડેધડ બાંધકામ તેમજ મચ્છુ નદીના પટ્ટમાં ઠાલવતા મકાનના કાટમાળ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કલેકટર-ચીફ ઓફિસરને રજુઆત

મોરબી : મોરબીમાં નાલા-વોકળા ઉપર આડેધડ બાંધકામો ખડકી દેવામાં આવી રહ્યા છે. જેથી વરસાદી પાણીનો નિકાલ અટકી જાય છે અને ચોમાસામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તેમ છતાં તંત્ર આંખ મિચામણા કરતું હોવાથી વોકળા ઉપર આડેધડ બાંધકામ ચાલુ રહ્યું ફરિયાદ અને નાલા-વોકળા ઉપર આડેધડ બાંધકામ તેમજ મચ્છુ નદીના પટ્ટમાં ઠાલવતા મકાનના કાટમાળ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કલેકટર-ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, અશોક ખરચરીયા, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, મુસાભાઇ બ્લોચે કલેકટર-ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, મોરબીના બિલ્ડીંગ કોન્ટ્રકટરો જાણે પોતાની મન માની ચાલવી રહ્યા હોય તેમ રવાપર રોડ ઉપર કાનાની દાબેલી વાળા શોપીંગના આગળ નાલા ઉપર દુકાન એટલે કે કે નાલુ બુરી તેના પર દુકાન બનાવે તો આ અંગે શું ચીફ ઓફીસર ને ખ્યાલ નથી ? આ મંજુરી કોણે આપી એ એક પ્રશ્ન છે ?આગળ જતા આ અંગેની આર.આઇ. માંગીશું. આવા તો મોરબીમાં અનેક નાલાઓ બુરી દીધા છે. જે કેમ આવુ કાર્ય ચીફ ઓફીસર કરવા દે છે અથવા તો આ ચીફ ઓફીસર અને કોન્ટ્રાકટરની મીલી ભગત તો નથી ને ? તેવા વેધક સવાલ ઉઠાવ્યા છે.

- text

વધુમાં, આવા તો અનેક જગ્યાએ નાલા બાંધકામો બની ગયેલ છે તેની વાતથી અજાણ છે તો શું આ આગળ કાર્યવાહી નહી કરવામાં આવે કે આમ મીલી ભગત થી કયા સુધી કામ ચાલુ રહેશે ? યોગ્ય આ અરજી ને દયાને રાખી ને જો કોઇ નિકાલ નહીં આવે તો અને તંત્ર જન આંખ આડા કાનની સ્થિતિ સુધરે તો નવાઇની વાત. બાકી આ મુજબ એક અરજીએ પેટનું પાણી પણ ડગતુ નથી. તેમજ મોરબીની મચ્છુ નદીમાં મકાનનો કાટમાળ રાત્રીના સમયે ટ્રેકટરો અને ખટારા ઘ્વારા ઠલવવામાં આવે છે આવું ધીલોનુ કૃત્ય લીલાપર રોડ ઉપર નાલા ઉપર બાંધકામ કરીને ગેરકાયદેસર કબ્જો જમાવી લીધો છે. તો શું આ અંગે અધિકારીઓને કાંઇ ખબર નથી ? આ અંગે તો અવાર-નવાર લોકોએ રજુઆતો કરી છે. પરંતુ આજદિન સુધી કેમ કંઇ પરીણામ આવતું નથી.

એક તરફ તો ભારતના વડા પ્રધાન એમ કહે છે કે પાણીનો સંગ્રહ કરો અને અક બાજુથી આવાર તત્વો નદી નાળા બુરીને તેના બાંધકામ ગેરકાયદેસર કરવા લાગ્યા છે. ઉપરથી ચોમાસાના દીવસો નજીક આવે તે પહેલા આ આવી સ્થિતિ સુધરે અને પાણીનો નીકાલ નાલામાંથી થઇ શકે. તો સારુ જેથી આ અરજી ધ્યાને લઇ આગળ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text