ચરવડામાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ઘરોમાં દવાનો છંટકાવ કરાયો

- text


હળવદ : ચરાડવા ગામે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા ગામના સરપંચે લોકોને અપીલ કરી હતી.

હળવદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જૂના દેવળીયા હેઠળ આવતા ચરાડવા ગામે મચ્છરજન્ય રોગચાળા ન વકરે તેના માટે સમગ્ર ગામના ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.આથી ચરાડવા ગામના સરપંચ તેમજ મેડિકલ ઓફિસર ડો.નિશાબેન તેમજ સુપરવાઈઝર બસીયાભાઈ દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવેલ હતી કે બધા પોતાના ઘરમાં દવા છંટકાવ કરાવે.જેથી લોક ભાગીદારીથી સરકારના મલેરીયા મુક્ત ગુજરાતના અભિયાનને સાકાર કરી શકીએ.

- text

- text