એક્ટિવા ઉપર દેશી દારૂના બૂંગિયા લઈને નીકળેલી મહિલા ઝડપાઇ

- text


માળીયા પોલીસે મોરબીની મહિલાને ગિરફતમાં લીધી : દેશી દારૂ આપનારનું નામ ખુલ્યું

મોરબી : માળીયા મિયાણા પોલીસે નેશનલ હાઇવે માળીયા ત્રણ રસ્તા નજીકથી મોરબીની મહિલાને એક્ટિવા મોટર સાયકલ ઉપર 100 લીટર દારૂ ભરેલા બૂંગિયા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેશી દારૂ આપનાર વ્યક્તિનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નેશનલ હાઇવે ઉપર માળીયા ત્રણ રસ્તા નજીકથી એક્ટિવા લઈને નીકળેલ મોરબી વીસીપરામાં રહેતા રૂક્શાનાબેન સીકંદરભાઇ પઠાણને અટકાવી તલાસી લેતા એક્ટિવામાંથી 100 લીટર દેશી દારૂના બૂંગિયા મળી આવતા એક્ટિવા સહિત 32 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

- text

આ કિસ્સામાં માળીયા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો આ જથ્થો મોરબી વીસીપરાના રૂકશાનાએ મુસ્તાક મીયાણા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે મુસ્તાકને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text