મોરબીમાં બે યુવાન બબ્બે બોટલ દારૂ સાથે ઝડપાયા

- text


સિટી એ ડિવિઝને સુપરમાર્કેટ નજીકથી અને બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડીએથી યુવાનને ઝડપી લીધો

મોરબી : મોરબી શહેર વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે યુવાનોને દારૂની હેરફેર કરતા ઝડપી લેવામાં આવ્યા હતા જેમાં એ ડિવિઝન પોલીસે સુપરમાર્કેટ રોડ ઉપર અને બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી પાસેથી બબ્બે બોટલ લઈને નીકળેલા યુવાનો વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં સિટી એ ડિવિઝન પોલીસ ટીમે સુપરમાર્કેટ રોડ ઉપરથી મોરબી કુબેરનગરમાં રહેતા દિનેશભાઇ જેમલભાઇ નાગરને પાસ પરમીટ કે આધાર વગર 30 હજાર રૂપિયાની કિંમતના એકટીવામાં બલેન્ડરર્સ સીગ્નેચર રેર એગ્ડ વ્હિસ્કીની બોટલ-2 કિમત રૂપિયા 2000 સાથે ઝડપી લઈ 32 હજારનો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી નજીકથી લીલાપર રોડ ઉપર ન્યુ વરીયા સોસાયટીમાં રહેતા લાલજીભાઇ ઉર્ફે રતન હિરાભાઇ સાવધારને પાસ પરમીટ કે આધાર વગર રોયલ ચેલેન્જ (આર.સી.) પ્રિમીયમ વ્હિસ્કીની બે બોટલ કિંમત રૂપિયા 1040 સાથે ઝડપી લઈ રૂપિયા 10, હજારની કિંમતનું હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text